રાજકોટ નજીકથી ઝડપાયેલ રૂ.10.50 લાખનો શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ રાજ્યસાત કરાયો

રાજકોટના ધમલપર ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં બાયોડીઝલના નામે એલડીઓ જેવો પદાર્થ વેચાણ કરવામાં આવતો હોય રાજકોટ તાલુકા મામલતદાર અને પુરવઠા વિભાગે ગત ઓક્ટોબર-2025માં કરેલી દરોડાની કાર્યવાહી બાદ ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી. સાથે જ અનધિકૃત રીતે પેટ્રોલિયમ પેદાશના વેચાણ મામલે જિલ્લા કલેક્ટર સમક્ષ કેસ ચાલી જતા અંદાજે રૂ.10.50 લાખની કિંમતનો 15000 લિટર શંકાસ્પદ પેટ્રોલિયમ પેદાશનો જથ્થો રાજ્યસાત કરવા હુકમ કરાયો હતો.

રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાંપડાના જણાવ્યા મુજબ ગત તા.4 ઓક્ટોબરના રોજ રાજકોટ તાલુકાના ધમલપર ખાતે આવેલ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં પ્લોટ નં.124 વસીલા પેટ્રોલિયમમાં શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ વેચાણ થતો હોવાની માહિતીને આધારે રાજકોટ તાલુકા મામલતદાર તેમજ પુરવઠા ઇન્સ્પેક્ટરની ટીમોએ સંયુક્ત કાર્યવાહી કરી અનધિકૃત રીતે સંગ્રહ કરવામાં આવેલ 15000 લિટર પેટ્રોલિયમ પદાર્થ સીઝ કર્યો હતો. જે અંગેનો કેસ જિલ્લા કલેક્ટર સમક્ષ કેસ ચાલી જતા રૂ.10.50 લાખની કિંમતનો પેટ્રોલિયમ પેદાશનો 100 ટકા જથ્થો રાજ્યસાત કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *