રાજકોટ ડિવિઝનથી ચાલતી 10 એપ્રિલની જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ આંશિક રીતે રદ

રાજકોટ ડિવિઝનથી ચાલતી જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરથી વડોદરા જાય છે, પરંતુ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા-ગૈરતપુર સેક્શનમાં આવેલા કણજરી બોરિયાવી અને ઉત્તરસંડા સ્ટેશન વચ્ચે રેલવેના સ્ટીલ બ્રિજના નિર્માણ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકનાં કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેમાં 10 એપ્રિલની જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ પણ આંશિક રીતે રદ કરવામાં આવી છે. આ ટ્રેન હવે અમદાવાદ સુધી જશે.

ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 10 માર્ચ 2024ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 10 માર્ચ 2024ના રોજ વડોદરાને બદલે અમદાવાદથી ઉપડશે. આ રીતે ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *