રાજકોટ ટોઇંગ વાહનમાં ફરજ બજાવતા કર્મચારીની દાદાગીરી!

પોલીસની દાદાગીરીના અનેક બનાવ સામે આવતા હોય છે પરંતુ રાજકોટમાં તો પોલીસ નહિ પરંતુ પોલીસના ટોઇંગ વાહનમાં કામ કરતા કર્મચારી પણ દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે. ગુરુવારે સાંજે અમીન માર્ગ પર એક તબીબ પોતાની કારમાં બેસી ગયા પછી કારને લોક કેવી રીતે કરી શકો કહી ટોઇંગ વાહનના કર્મચારીને સવાલ પૂછતાં બોલાચાલી થતા તબીબે કર્મચારીને ધક્કો મારતા કર્મચારીએ તબીબ પર લાફા વાડી શરૂ કરી દીધી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. આ પછી નો પાર્કિંગ બદલ દંડ ભરવાનું કહેતા પોલીસ અને તબીબ વચ્ચે ફરી ઘર્ષણ થયું હતું કારણ કે ટોઇંગ વાહનમાં ડિજિટલ દંડ સ્વીકારવા માટે વ્યવસ્થા ન હોવાથી ઘર્ષણ થયું હતું અને પોલીસ તેમજ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થવા પામી હતી.

રાજકોટ શહેરના અમીન માર્ગ પર ટ્રાફિક પોલીસ અને તબીબ વચ્ચે ધર્ષણ થયું હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અમીન માર્ગ પર નો પાર્કિંગમાં કાર રાખવા મુદ્દે માથાકૂટ થઇ હતી જેમાં તબીબને ટોઇંગ વાનના કર્મચારી વચ્ચે ઝપાઝપી થઇ હતી અને ઉગ્ર બોલાચાલી પણ થવા પામી હતી. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તબીબની કાર રસ્તા પર પડેલી છે અને પોલીસનું ટોઇંગ વાહન આવતા તાત્કાલિક તબીબ દોડી અને આવી કારમાં બેસી જાય છે અને કાર પર લોક લગાવતા ટોઇંગ કર્મચારી સાથે બોલાચાલી થતા પ્રથમ તબીબ દ્વારા તેને ધક્કો મારી ઉગ્ર બોલાચાલી કરવામાં આવે છે. પોલીસે દંડ ભરવા માટે કહેતા તબીબે ઓનલાઇન દંડ ભરીશ તેવું કહ્યું હતું જો કે ડિજિટલ યુગમાં રાજકોટના ટોઇંગ વાહનમાં ડિજિટલ દંડ સ્વીકારવા વ્યવસ્થા ન હોવાથી ઘર્ષણ થયું હતું અને પોલીસ તેમજ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *