રાજકોટ-જેતપુર હાઈવે પર દર 1 કિમી પર CCTV, 40 મીટર પર LED પોલ નખાશે

રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે સિક્સલેન બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે આ નેશનલ હાઈવે પર NHAI દ્વારા એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવા આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે 67 કિમીના નેશનલ હાઈવે પર દર એક કિલોમીટરે એક સીસીટીવી કેમેરા અને 40 મીટરે LED પોલ નાખવામાં આવશે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા રાજકોટના ડિરેક્ટર હરેન્દ્રસિંઘે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નેશનલ હાઈવે પર કોઈ અકસ્માત કે દુર્ઘટના બને તો તુરંત મદદ મળી રહે તે પ્રકારની સિસ્ટમ બેસાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આખા રોડ પર સીસીટીવી કેમેરા ફિટ કરવાથી અને એડવાન્સ મેનેજમેન્ટ સિસ્ટમથી કોઈપણ દુર્ઘટનાની જાણ તુરંતમાં થઈ શકશે અને તરત જ એમ્બ્યુલન્સ સહિતની મદદ પહોંચાડી શકાશે.

આખા રોડ પર બંને બાજુ કુલ 1650 જેટલા સોલાર LED પોલ નાખવામાં આવશે. તેમજ બેકઅપ રાખવામાં પણ આવશે. તેમજ 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ પણ શરૂ કરાશે. આ પ્રોજેક્ટ પાછળ રૂ.23 કરોડનો ખર્ચ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *