રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં સંગઠન સૃજન અભિયાન

રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફારોની પ્રક્રિયા વેગવંતી બની છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા શરૂ કરાયેલા ‘સંગઠન સૃજન અભિયાન’ અંતર્ગત આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

તાજેતરમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા હિતેશભાઈ વોરાએ પક્ષના માળખાને મજબૂત કરવા માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે. આ અભિયાનના ભાગરૂપે 7 ઓગસ્ટ, 2025ના રોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ગોંડલ શહેર તથા તાલુકાના કોંગ્રેસી આગેવાનો સાથે ગોંડલ સર્કિટ હાઉસ ખાતે મહત્વની ચર્ચા-વિચારણા કરી હતી.

આ કાર્યક્રમમાં ગોંડલ શહેર અને તાલુકાના કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય એજન્ડા શહેર અને તાલુકા કક્ષાએ કોંગ્રેસના નવા પ્રમુખો તેમજ અન્ય સમિતિઓના પદાધિકારીઓની નિમણૂક કરવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *