રાજકોટ જિલ્લામાં ફરી સાવજે દેખા દીધી

રાજકોટ જીલ્લામાં લાંબા સમય બાદ ફરી એકવાર સિંહની હાજરી નોંધાઈ છે. શનિવારે રાત્રે સિંહણે એક પશુનું મારણ કરેલું છે. ફોરેસ્ટ વિભાગના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી તાલુકાના મોટાદડવા અને વાદીપરા વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ત્રણ સિંહના આટાફેરા કરી રહ્યાની ગ્રામજનોમાં ચર્ચા છે. જોકે આ બાબતે જીલ્લા વન વિભાગને જાણકારી મળતા છેલ્લા ત્રણ ચાર દિવસથી ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ સતત ઉપરોકત વિસ્તારમા વોચ રાખી રહયું છે અને સિંહનું લોકેશન મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહયાં છે. જોકે હાલ સિંહના સગડ મળ્યા નથી.

રાજકોટ જિલ્લા વનવિભાગના અધિકારી કોટડીયાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, મોટાદડવા અને વાદીપરા વિસ્તારમાં સિંહ દેખાયા છે પરંતુ ત્રણ સિંહ નથી માત્ર એક માદા નજરે પડી છે. આ સિંહણે એક બકરાનું મારણ પણ કર્યુ હતુ. જોકે છેલ્લા બે દિવસથી આ સિંહણ વનવિભાગના સ્ટાફને નજરે ચડી નથી. આ સિંહણ ગીરનાર જંગલ તરફ અથવા ધારી તરફ મુવમેન્ટ કરી ગઇ હોય તેવી શકયતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *