રાજકોટ જિલ્લા પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ સાથે માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા 850 પ્રાથમિક શાળાઓ છે. જેતપુર અને ઉપલેટા નગર શિક્ષણ સમિતિ સંચાલીત 21 પ્રાથમિક શાળાઓ છે. જેમાં ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પોતાના જ વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ મેળવીને તેજસ્વી શૈક્ષણિક કારકિર્દીનો પાયો મજબુત બનાવી રહ્યા છે.
પ્રવેશોત્સવના કારણે શાળાપ્રવેશ માટે બાળકોની સાથે વાલીઓ તેમજ નાગરિકોનો પણ ઉત્સાહ વધ્યો છે. ચાલુ વર્ષ ૨૦૨૪માં બાલવાટીકામાં કૂલ 12,959 પ્રવેશપાત્ર બાળકો નોંધાયા છે. જેમાં 6,668 જેટલા બાળકો અને 6,291 જેટલી બાળકીઓનો સમાવેશ કરાયો છે. ચાલુ વર્ષમાં રાજકોટ જિલ્લામાં ધોરણ-1 માટે કૂલ 3,591 પ્રવેશપાત્ર બાળકો નોંધાયા છે. જેમાં 1,821 જેટલા બાળકો અને 1,770 જેટલી બાળકીઓનો સમાવેશ કરાયો છે. ધોરણ-1માં સૌથી વધારે 2,359 એડમિશન રાજકોટ તાલુકામાં થનાર છે. જેમાં બાળકોની સંખ્યા માત્ર 1,161 જેટલી છે જયારે બાળકીઓની સંખ્યા 1,198 જેટલી છે. બાળકો કરતા બાળકીઓને સંખ્યા 37 જેટલી વધારે છે, જે કન્યા કેળવણીનું જ્વલંત ઉદાહરણ છે.