રાજકોટ જિલ્લામાં એક માસમાં 13,380 મિલકત વેચાઈ

રાજકોટ શહેર- જિલ્લામાં જુલાઇ માસમાં 133,80 મિલકતોનું વેચાણ થયું છે. જે જૂનની સરખામણીએ 780 વધુ છે. આ માટે સરકારની તિજોરીમાં સ્ટેમ્પ ડયૂટીની આવક પેટે રૂપિયા 70.18 કરોડની રકમ જમા થઇ છે. રાજકોટ શહેરમાં સૌથી વધુ મિલકત મોરબી રોડ પર વેચાઈ છે. જેની સંખ્યા 1796 છે. જો કે આ તેજી હવે દિવાળી સુધી જોવા મળશે.

મોરબી રોડ બાદ બીજા ક્રમે રૈયા રોડ વિસ્તારમાં 1153 મિલકતોનું વેચાણ થયું છે. આ સિવાય રતનપર વિસ્તારમાં 1005, કોઠારિયામાં 708, નાના મવા વિસ્તારમાં 764, મવડી વિસ્તારમાં 1154 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 798 મિલકતોનું વેચાણ થતા તેની નોંધણી સબ રજિસ્ટ્રાર કચેરીમાં થઈ છે.

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ મિલકતના સોદા ગોંડલ તાલુકામાં થયા છે. જેની સંખ્યા 1219 છે. સૌથી ઓછી મિલકતનું વેચાણ વીંછિયામાં છે. જેની સંખ્યા 77 છે. આ સિવાય ઉપલેટા તાલુકામાં 430, જેતપુર તાલુકામાં 736, ધોરાજી તાલુકામાં 318, કોટડાસાંગાણીમાં 450, લોધિકા તાલુકામાં 836, જામકંડોરણામાં 106, જસદણમાં 487,પડધરીમાં 283 મિલકતોનું વેંચાણ થયુ છે. આમ, શહેર અને જિલ્લામાં 13,380 મિલકત વેંચાતા સ્ટેમ્પ ડયુટી પેટે રૂપિયા 70.18 કરોડની આવક થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *