રાજકોટ જિલ્લાની 5 પાલિકા માટે 521 અને તાલુકા પંચાયતના 12 ફોર્મ માન્ય

રાજકોટ જિલ્લાની 5 પાલિકાની 42 વોર્ડની 168 બેઠકની સામાન્ય ચૂંટણી માટે 571 ફોર્મ ભરાયા હતા ફોર્મની ચકાસણી બાદ 50 ફોર્મ અમાન્ય જ્યારે 521 ફોર્મ માન્ય રહ્યા હતા તેમજ 4 તાલુકાની 6 બેઠકની પેટા ચૂંટણી માટે 18 ફોર્મ ભરાયા હતા જેમાંથી 6 ફોર્મ અમાન્ય અને 12 ફોર્મ માન્ય રહ્યા હતા મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય સાંજ સુધીમાં ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

ફોર્મ ચકાસણીમાં જસદણની 28 બેઠક માટે 71 માન્ય અને 7 અમાન્ય રહ્યા હતા, જેતપુર-નવાગઢની 44 બેઠક માટે 161 માન્ય અને 12 અમાન્ય રહ્યા, ધોરાજીની 36 બેઠક માટે 114 માન્ય અને 21 અમાન્ય રહ્યા, ભાયાવદરની 24 બેઠક માટે 70 માન્ય અને 3 અમાન્ય રહ્યા અને ઉપલેટાની 36 બેઠક માટે 105 માન્ય અને 7 અમાન્ય રહ્યા હતા.

જ્યારે 4 તાલુકાની 6 બેઠક માટે 18માંથી 12 માન્ય રહ્યા હતા, જેમાં સુલતાનપુર, ડુમિયાણી, મોટી પાનેલી અને આંબરડી બેઠક માટે 3-3 ફોર્મ ભરાયા હતા જેમાં તમામ બેઠકમાં 1 અમાન્ય અને 2 ફોર્મ માન્ય રહ્યા, જ્યારે ભાડલા બેઠક માટે 2 માન્ય અને 2 અમાન્ય રહ્યા અને પીઠડિયા બેઠક માટે ભરાયેલા બન્ને ફોર્મ માન્ય રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *