રાજકોટ જિલ્લાની 5 પાલિકામાં 2.71 લાખ અને 4 તાલુકા પંચાયતમાં 34 હજાર મતદાર

રાજકોટ જિલ્લામાં કાલે પાલિકાની સામાન્ય અને પંચાયતની પેટાચૂંટણી યોજાશે. જેમાં જસદણ, જેતપુર, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ 5 નગરપાલિકામાં કુલ 42 વોર્ડમાં 161 બેઠકના 469 ઉમેદવાર માટે 317 મતદાન મથકો પર મતદાન થશે. જ્યાં 2,71,225 મતદાર નોંધાયા છે. જ્યારે ગોંડલ, ઉપલેટા, જેતપુર અને જસદણ મળી કુલ 4 તાલુકા પંચાયતની 6 બેઠકના 12 ઉમેદવાર માટે 33 મતદાન મથકો ફાળવ્યા છે. જેમાં 34,320 મતદાર છે. આ ઉપરાંત 5 નગરપાલિકામાં 205 અને 4 તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં 20 મળી કુલ 225 સંવેદનશીલ મતદાન મથકો છે.

નગરપાલિકામાં સૌથી વધુ 97 જેતપુરમાં અને સૌથી ઓછા ભાયાવદરમાં 10 સંવેદનશીલ મતદાન મથકો નોંધાયા છે. જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન થાય તે માટેની તમામ વ્યવસ્થા કરાઇ છે. જ્યારે સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ તકેદારી રખાશે. કલેક્ટરના જણાવ્યા મુજબ તમામ ઇવીએમ મશીનો સ્ટ્રોંગરૂમમાં સીલ કરવામાં આવ્યા છે. આજે ઇવીએમ મશીન સાથે અલગ-અલગ ચૂંટણી સ્ટાફની ટીમ મતદાન મથકો પર જવા રવાના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *