રાજકોટ જિલ્લાની ખેતીની જમીનમાં ઓર્ગેનિક કાર્બન અને નાઈટ્રોજન તત્ત્વ ઓછું, પોટાશનું પ્રમાણ વધારે

રાજકોટ જિલ્લાની જમીન ચકાસણી પ્રયોગશાળામાં પોષક તત્ત્વોની માપણી માટે 21,665 નમૂનાનુ પૃથક્કરણ કરવામાં આવ્યું છે. જેમાં ખરીફ વાવેતર દરમિયાન 12,999 અને રવીપાકમાં 8666 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં એવું તારણ નીકળ્યું છે કે, રાજકોટ જિલ્લાની ખેતીની જમીનમાં ઓર્ગેનિક કાર્બન અને નાઈટ્રોજન તત્ત્વનું પ્રમાણ ઓછું છે. જ્યારે પોટાશ, ફોસ્ફરસ અને કોપરનું પ્રમાણ પણ વધારે આવ્યું છે.

ખેતીની જમીનમાં આ મહત્ત્વના તત્ત્વ છે.જમીનમાં સુધારો કરવા માટે અને ફળદ્રુપતા વધારવા માટે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે જરૂરી છે. તેમજ ખેતીની જમીનમાં ઘટતા તત્ત્વોની પૂર્તતા કરવા માટે જે પ્રયોગ કરવાના હોય તે એક બે વખતમાં પરિણામ ન મળે. આ લાંબી પ્રક્રિયા છે. પ્રયોગો નિયમિત કરવા જોઈએ. ખેડૂતો પોષક તત્ત્વો જાણવા જમીનનું પૃથક્કરણ કરાવે તે જરૂરી છે. તેમ મદદનીશ ખેતી નિયામક એચ.જી. સાણસાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *