રાજકોટ જિલ્લામાં તા.24 જુલાઈના રોજ સવારે 6 કલાકથી બીજા દિવસ સવારે 6 કલાક સુધી જિલ્લામાં કુલ 393 મી.મી. નવા નીરની આવક થઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 4,332 મી.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ધોરાજી તાલુકામાં 104 મી.મી. નોંધાયો છે. તાલુકા મુજબ વિગતની વાત કરીએ તો પડધરી તાલુકામાં 14 મી.મી., રાજકોટ શહેરમાં 23 મી.મી., લોધિકા તાલુકામાં 49 મી.મી., કોટડાસાંગાણી તાલુકામાં 6 મી.મી., ગોંડલ તાલુકામાં 23 મી.મી., જામકંડોરણા તાલુકામાં 61 મી.મી., ઉપલેટા તાલુકામાં 53 મી.મી., ધોરાજી તાલુકામાં 104 મી.મી., જેતપુર તાલુકામાં 60 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે જસદણ અને વિંછીયા તાલુકામાં વરસાદ નોંધાયો નથી. આ ઉપરાંત, અત્યાર સુધીમાં પડેલા કુલ વરસાદની તાલુકા પ્રમાણે વિગત જોઈએ તો પડધરી તાલુકામાં 181 મી.મી.,રાજકોટ શહેરમાં 270 મી.મી., લોધીકા તાલુકામાં 427 મી.મી., કોટડાસાંગાણી તાલુકામાં 274 મી.મી., જસદણ તાલુકામાં 128 મી.મી., ગોંડલ તાલુકામાં 376 મી.મી., જામકંડોરણા તાલુકામાં 495 મી.મી., ઉપલેટા તાલુકામાં 722 મી.મી., ધોરાજી તાલુકામાં 779 મી.મી., જેતપુર તાલુકામાં 487 મી.મી. તથા વીંછિયા તાલુકામાં 193 મી.મી. મળીને કુલ 4,332 મી.મી. વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ-અતિવૃષ્ટિના કારણે રાજકોટ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના સાત જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળતાં (ઓવર ટોપિંગ) આ માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરી દેવામા આવ્યા છે. જેની સામે 5 વૈકલ્પિક માર્ગો શરૂ કરવામાં આવ્યા છે. અન્ય માર્ગો પર વરસાદી પાણીનો નિકાલ થયા બાદ વાહન વ્યવહાર માટે માર્ગો શરૂ કરવામા આવશે.