કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જે રેશનકાર્ડ ધારકો આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તેને બે વસ્તુ મળતી બંધ થઈ જશે. જોકે રાજકોટના 37 લાખ પૈકી માત્ર 15 લાખ જેટલા જ લોકોએ ઇકેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. એટલે કે હાલ રાજકોટ જિલ્લામાં માત્ર 40 ટકા જેટલી જ કામગીરી પૂર્ણ થઈ છે. હજી પણ 60 ટકા જેટલી KYCની કામગીરી બાકી છે. આજે પણ 24 લાખથી પણ વધુ રેશનકાર્ડ ધારકો ઇ- કેવાયસી કરવામાં બાકી છે. સૌથી ધીમી કામગીરી રાજકોટ શહેરમાં સૌથી ઝડપી કામગીરી જામકંડોરણામાં 60 ટકા પૂર્ણ થઈ છે. રાજકોટ જિલ્લાના કુલ-37,81,501 રેશનકાર્ડ ધારકો પૈકી 15,10,751 (39.95%)રેશનકાર્ડ ધારકોનું ઇ- કેવાયસી પૂર્ણ થયેલ છે.
તેમજ હાલ 22,70,750 (60.05 %)રેશનકાર્ડ ધારકોનું ઇ- કેવાયસી બાકી છે. જ્યારે જિલ્લાના કુલ NFSA -13,38,136 રેશન કાર્ડ ધારકોમાંથી 9,16,554 (68.49%)નું ઇ-કેવાયસી પૂર્ણ થયું છે. હાલ 4,21,582 (31.51%)નું ઇ-કેવાયસી બાકી છે.