રાજકોટ જિલ્લાનાં ભાદર-2 કરમાળ અને ન્યારી-1 ડેમ ફરી ઓવરફલો

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલા ભાદર-2 જળાશયમાં તા. 11ના સવારે 11 કલાકની સ્થિતિએ પાણીનું લેવલ 53 મીટર છે. હાલ આ ડેમના 3 દરવાજા 0.45 મીટર ખુલ્લા છે. જેને લઈને ધોરાજી તાલુકાના ભોલા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી, ઉપલેટા તાલુકાના ચીખલા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાઢા, ગન્ડોળ, હડફોડી, ઇશ્રા, કુંઢેચ, લાઠ, મેલી (મજેઠી), નીલખા, તાલાગણા, ઉપલેટા, પોરબંદર તાલુકાના કુતિયાણા, ભોગસર, બિલડી, ચૌટા, છાત્રાવા, કાતવાણા, કુતિયાણા, પસવારી, રોઘડા, સેગરસ, થાપડા, માણાવદર તાલુકાના ચીલોદરા, રોઘડા, વાડાસડા, વેકરી, ચીકાસા, ગરેજ, મિત્રાળા, નવી બંદર ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ફ્લડ કંટ્રોલ સેલ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. તેમજ કોટડાસાંગાણી તાલુકાના વાદીપરા ગામ પાસે આવેલ કરમાળ ડેમનો 1 દરવાજો 0.15 મીટર અને લોધિકા તાલુકા પાસે આવેલ ન્યારી-1 ડેમનો 1 દરવાજો 0.076 મીટર ખોલવામાં આવ્યા છે. આથી ડેમની હેઠવાસમાં આવેલા કોટડાસાંગાણી તાલુકાના બગદાળીયા, કરમાળ કોટડા, પીપળીયા, વાદીપરા, દેતડીયા તથા ન્યારી-1ના હેઠવાસમાં આવેલ ઈશ્વરીયા, હરિપર પાળ, વડવાળી વાજડી, ખંભાળા, ન્યારા, પડધરી, રામપુર, રંગપુર, તરધડી, ગઢીવાળી વજેલી, વેજાગામ, વાજડી- વિરડા વાળી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *