રાજકોટ ચેમ્બરના ડિરેકટરની વિવિધ જ્ઞાતિ-સમાજની વાડીના સીલ ખોલવા રજૂઆત

રાજકોટના અગ્નિકાંડ બાદ શહેરની તમામ જ્ઞાતી અને સમાજની વાડીઓ તેમજ હોલને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારી દેવામાં આવતા અનેક પરિવારોના લગ્ન પ્રસંગો અટકી પડતા પરિવારોમાં દોડધામ વધી ગઇ છે. ત્યારે સામાજિક અગ્રણી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડિરેકટર રાજુ જુંજાએ તાત્કાલિક આ સીલ ખોલવા રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, મનપાએ જે તે જ્ઞાતી સમાજની વાડીને સીલ માર્યા છે તેના પ્રમુખનું સોગંદનામું લઇ તાત્કાલિક સીલ ખોલી નાખવા જોઇએ. તંત્રના જકકી વલણના કારણે કોઇના પ્રસંગો બગડવા ન જોઇએ. તંત્રની ભૂલનો ભોગ કોઇપણ સમાજ ન બનવો જોઇએ. જો સીલ ન ખોલવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના હોલ જે-તે સમાજને લગ્ન પ્રસંગ માટે વિના મૂલ્યે આપવા જોઇએ. તેવી માગણી પણ આ સાથે કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *