નવલા નોરતાની આઠમી રાત્રે વરસાદી વિધ્ન વચ્ચે પણ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાસ ગરબાની રમઝટ જામી. ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓને જોશ હાઈ જોવા મળ્યો.
રાજકોટમાં ખોડલધામ નોર્થના ગરબામાં VIP સીટ પર બેસેલા એક શખ્સને પાછળ બેસવાનું કહેવાતા તેને કાર્યકર્તાઓ સાથે બબાલ શરૂ કરી હતી. કાર્યકર્તાઓ જ્યારે શખ્સને બહાર લઈ ગયા ત્યારે ત્યાં તેને છરી કાઢી હુમલો કરતા ત્રણથી ચાર કાર્યકર્તાઓને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
રાજકોટના ખોડલધામ નોર્થના ગરબામાં સોમવારે રાત્રિના VIP પાસ સાથે આવેલો એક શખ્સ આગળની રોમાં બેસી ગરબા નિહાળી રહ્યો હતો.આ સમયે અન્ય ગેસ્ટ ત્યાં આવતા કાર્યકર્તાઓએ યુવકને પાછળની રોમાં બેસવા કહ્યું હતું. પરંતું તેને પાછળ બેસવાનો ઈન્કાર કરી કાર્યકર્તાઓ સાથે ડખ્ખો શરૂ કરતા કાર્યકર્તાઓ યુવકને બહાલ લઈ ગયા હતા. જ્યાં યુવકે છરી કાઢી હુમલો કરતા ત્રણથી ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે હુમલાખોર યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.