રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરી કરતા શખ્સની કરી ધરપકડ

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે, સત્યસાંઈ રોડ પર એક શખ્સ મોટરસાયકલ પર થેલામાં વિદેશી દારૂ લઈને જઈ રહ્યો છે. જેથી, પોલીસે વોચ ગોઠવી જીજે.03.એફએમ.9995 એક્ટિવા પર એક શખ્સ પસાર થતા તેને અટકાવી તલાસી લેતા તેની પાસે રહેલ થેલામાંથી વિદેશી દારૂની અલગ અલગ બોટલો મળી આવી હતી. પોલીસે તેની અટકાયત કરી પુછપરછ કરતા પોતે તેનું નામ નીતિન નંદા જણાવ્યું હતું જેની ધરપકડ કરી કિંમત રૂ.70,000ની વિદેશી દારૂની બોટલો અને રૂ.30,000 એક્ટિવા મળી કુલ રૂ.1,00,000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *