રાજકોટ કોંગ્રેસે થાળી-વેલણ વગાડી PMનાં ‘કોરોના કાળ’ના આહવાનની યાદ અપાવી અનોખો વિરોધ કર્યો

હાલમાં ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને વડાપ્રધાને સંસદમાં ‘કોરોના જેવી મહામારી’ સાથે સરખાવતા રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા અનોખો અને આશ્ચર્યજનક વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી થાળી અને તાલી વગાડી સરકારની નીતિઓ સામે રોષ ઠાલવ્યો હતો.

દીપ્તિબેન સોલંકીએ જણાવ્યું હતું કે, જે રીતે કોરોના કાળમાં વડાપ્રધાને થાળી, તાળી અને મંજીરા વગાડીને કોરોના ભગાડવાની અપીલ કરી હતી, તે જ રીતે આજે અમે પેટ્રોલ-ડીઝલને ‘બોલાવવા’ માટે થાળી વગાડી રહ્યા છીએ. ભાજપ સરકાર જ્યારથી આવી છે ત્યારથી લોકોને લાઈનમાં ઉભા રાખવા માટે જ જાણીતી બની છે; પહેલા નોટબંધી, પછી કોરોનામાં હોસ્પિટલની લાઈનો અને હવે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *