રાજકોટ-કાનાલુસ રેલવે ડબલિંગ પ્રોજેક્ટમાં અગાઉ આપેલી જમીન સંપાદન માટે કલેક્ટરે કેસ ચલાવ્યો

રાજકોટ-કાનાલૂસ રેલવે ડબલિંગ પ્રોજેક્ટમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ વિરુદ્ધ કલેક્ટરે ચુકાદો આપી ખંઢેરી ખાતે સહકાર વિભાગને વહીવટી હુકમ-3 હેઠળ ફાળવાયેલી સરવે નં.65, નવા સરવે નં.262 વાળી કુલ 10 એકર 38 ગુંઠામાંથી 3957 ચોરસ મીટર જમીન સરકાર દાખલ કરવા હુકમ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે રાજકોટના જામનગર રોડ પર પડધરી તાલુકાના ખંઢેરી ગામના સરવે નં.65ની 10 એકર 38 ગુંઠા જમીન વહીવટી હુકમ નં.3 તળે સરકારના સહકાર વિભાગને તબદીલ કરવામાં આવેલ હતી. આ જમીન સરકારના સહકાર વિભાગના કરારથી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝને ફાળવવામાં આવી હતી અને ત્યારબાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગુજરાત ડેરી વિકાસ નિગમના નામે તબદીલ કરાઇ હતી. બાદમાં સરકારના કૃષિ અને સહકાર વિભાગના ઠરાવ તા.7-2-2005થી ગુજરાત ડેરી વિકાસ નિગમ હસ્તકની સૌરાષ્ટ્ર વિસ્તારની બંધ ડેરીઓ તથા કેટલફીડ ફેક્ટરી આણંદના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડને તબદીલ કરવા ઠરાવેલ છે. જેની નકલ મહેસૂલ વિભાગને મોકલવામાં આવી હતી, પરંતુ મહેસૂલ વિભાગ તરફથી આવી તબદીલીના કોઇ હુકમ થયેલ હોય તો તે અંગેના આધારો કે તે મુજબની નોંધ હક્કપત્રક કે રેવન્યુ રેકર્ડમાં દાખલ થયેલ નથી. હાલ આ જમીન રેવન્યુ રેકર્ડમાં ‘શ્રી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સંચાલિત કેટલફીડ ફેક્ટરી ખંઢેરી’ ના નામે ચાલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *