રાજકોટ એસટીના વિભાગીય નિયામકની બે માસના ટૂંકા ગાળામાં જ બદલી કરવામાં આવી છે. અહીંના વિભાગીય નિયામક હિમાંશુ જોશીની રાજપીપળા એસટી ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં GSRTC અંતર્ગતની એસટી બસની સેવાને ડેવલપ કરવા માટે તેમની ત્યાં બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે. જ્યારે રાજકોટ એસટીના નવા વિભાગીય નિયામક તરીકે મનીષ રાજને મૂકવામાં આવ્યા છે જેઓ 30 જાન્યુઆરીના શુક્રવારે ચાર્જ સંભાળશે.
2 માસ અને 4 દિવસના ટૂંકા ગાળામાં બદલી મળતી વિગતો મુજબ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી બસનું સંચાલન જ્યાંથી થાય છે તેવા રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જોશીની નવેમ્બર 2025 ના નિમણૂક થઈ હતી. જે અગાઉ જે. બી. કલોતરા 4 વર્ષથી વધુ સમય ફરજ બજાવી ચૂક્યા હતા. 2 માસ અને 4 દિવસના ટૂંકા ગાળામાં બદલી કરી નાખવામાં આવતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.
રાજકોટ એસટીના નવા વિભાગીય નિયામક મનીષ રાજ જોકે ટ્રાફિક વિભાગમાંથી આવતા જોશીની બદલી પાછળનું કારણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં GSRTC હેઠળ ચાલતી બસ સેવાને ડેવલપ કરવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે રાજપીપળાના એસટી વિભાગીય નિયામક મનીષ રાજ કે જેઓ મિકેનિકલ વિભાગના છે તેમને રાજકોટ મુકાયા છે. દરેક મેટ્રો સિટીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની લકઝરીયસ બસ શરૂ થાય તેમજ પોલિટિકલ લોકો અને મહાનુભાવોની અવરજવરવાળા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક કક્ષાએ એસટી બસ સેવાને ડેવલપ કરવા માટે બદલી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.