રાજકોટ એરપોર્ટ 24 X 7 ધમધમશે, અમદાવાદનો ટ્રાફિક ડાઇવર્ટ કરી શકાશે

ગુજરાતના હવાઈ મુસાફરો અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઇમર્જન્સી લેન્ડિંગ માટે 24 કલાક કાર્યરત રાખવાની મંજૂરીમાં વધુ ચાર મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. હવે 30 જૂન 2026 સુધી રાજકોટ એરપોર્ટ દિવસ-રાત ઓપરેશનલ રહેશે. એટલે કે હવે રાજકોટ એરપોર્ટ 24 X 7 ધમધમશે, રાત્રે પણ ફ્લાઈટનું લેન્ડિંગ થઇ શકશે, અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિક વધુ થાય તો તે ટ્રાફિક રાજકોટ ડાઇવર્ટ કરી શકાશે.

આ નિર્ણય પાછળ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભૌગોલિક-રાજકીય તણાવ અને ભારત દ્વારા ચલાવાયેલા ‘ઓપરેશન સિંદૂર’ મુખ્ય કારણ છે. પાકિસ્તાને પોતાનું એરસ્પેસ (હવાઈ માર્ગ) બંધ કરતા, ખાસ કરીને દિલ્હીથી દુબઈ અને મિડલ ઈસ્ટના દેશો તરફ જતી ફ્લાઈટ્સ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી અનિવાર્ય હતી. અમદાવાદ એરપોર્ટ અતિ વ્યસ્ત હોવાને કારણે રાજકોટને પસંદ કરાયું છે.

મુસાફરો અને એરલાઇન્સને આટલા લાભ થઇ શકે છે

24 કલાક સેવા | સામાન્ય રીતે રાજકોટ એરપોર્ટ સવારે 6:00થી સાંજે 8:30 સુધી જ કાર્યરત રહેતું હતું, પરંતુ આ નવી છૂટછાટથી તે રાત્રિના સમયે પણ ધમધમતું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *