રાજકોટ એરપોર્ટ પાસે ફરી દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગની ટીમ દોડી ગઈ

એરપોર્ટ નજીક ફરી દીપડો દેખાતા એરપોર્ટના કર્મચારીઓ અને આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. એરપોર્ટના એક કર્મચારીએ દીપડાને જોતા વન વિભાગની ટીમને જાણ કરી હતી, ઘટનાની જાણ થતાં જ વન વિભાગની એક ટીમ દીપડાની શોધખોળ માટે એરપોર્ટ આસપાસના વિસ્તારમાં તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. એરપોર્ટની સુરક્ષા એજન્સી અને વન વિભાગને પણ એલર્ટ કરવામાં આવ્યા છે જેથી પ્રાણીનો પત્તો લગાવી તેને સુરક્ષિત રીતે પકડવામાં આવે.

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દીપડા દેખાવાની ઘટનાઓ વધી રહી છે, જે માનવ સુરક્ષાને લઈને ચિંતાનો વિષય બન્યો છે. એરપોર્ટ જેવું હાઇ-સિક્યોરિટી ઝોન હોવા છતાં દીપડાનો પ્રવેશ થવો સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઊભા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *