રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલમાં મેમ્બરશિપ માટે સોનેરી તક

અખબારનગરી રાજકોટ શહેરની રાજ્યમાં મીડિયા હબ તરીકે ગણના થાય છે. ખાસ કરીને રાજકોટમાં ઇન્ડોર, આઉટડોર, પ્રિન્ટ, ઓડિયો, ઈલિક્ટ્રોનિક, ડિજિટલ મીડિયા સહિતના માધ્યમોમાં એડવર્ટાઇઝિંગ ક્ષેત્રે વિશાળ તકો રહેલી છે ત્યારે રાજકોટના પ્રતિષ્ઠિત ગણાતા રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલ દ્વારા લાંબા સમય બાદ RAC એટલે કે,રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલમાં મેમ્બરશિપના દ્વાર ખોલ્યા છે.

જેથી એડવર્ટાઇઝિંગ એજન્સી ઉપરાંત ટ્રેડિશનલ મીડિયા અને ડિજિટલ મીડિયા સર્વિસ પ્રોવાઇડર આગામી તા.15થી 28 દરમિયાન નિયત પ્રક્રિયા પૂર્ણ કરી RACમાં જોડાઈ શકશે.

રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલ એકતા, સહકાર અને વિકાસના ત્રિવિધ મંત્ર સાથે કાર્યરત છે. સંગઠન દ્વારા લાંબા સમયબાદ મેમ્બરશિપ માટે એજન્સીઓને આમંત્રિત કરી છે.

જેમાં એડવર્ટાઇઝિંગ એજન્સી ઉપરાંત ટ્રેડિશનલ મીડિયા અને ડિજિટલ મીડિયા સર્વિસ પ્રોવાઇડર પણ પ્રતિષ્ઠિત RAC સંગઠનમાં મેમ્બર બની શકે છે.મેમ્બરશિપની માહિતી અને ફોર્મ માટે જયેશભાઇ સોના (99242 34642) તેમજ નિલેશભાઈ ત્રિવેદી (98242 10323)નો સંપર્ક સાધી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *