રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાયલોટસનું ટ્રેનિંગ હબ બન્યું

રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ નવા પાયલોટને તૈયાર કરી રહ્યું છે. અહીં ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ હોવાથી પાઇલોટ્સને ફ્લાઈટ લેન્ડિંગની તાલીમ આપવામાં આવે છે. જેથી અહીં દૈનિક 10 ફ્લાઈટની અવરજવર રહે છે. અહીં મહેસાણા, અમરેલી અને ભાવનગરની ફ્લાઇંગ એકેડેમી તેમજ મુંબઈ રિલાયન્સના પાયલોટસને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેથી હિરાસરમાં સ્થિત આ એરપોર્ટ એર ટ્રાવેલ પોઇન્ટની સાથે નવા પાયલોટસ માટે હબ બની રહ્યું છે.

નાઈટ લેન્ડિંગની સગવડ હોવાને કારણે તાલીમ માટે અનુકૂળ ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હિરાસરમાં સ્થિત છે. અહીં 3040 મીટરનો લાંબો અને આધુનિક સગવડ સાથેનો રન વે, નવી ટેક્નિકથી સજ્જ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS), ઈમરજન્સી બ્રેકીંગ તેમજ નાઈટ લેન્ડિંગની સગવડ હોવાને કારણે તાલીમ માટે અનુકૂળ રહે છે.

આ વિશે મળતી વિગતો મુજબ મહેસાણાથી ગુજરાત ફ્લાઈંગ કલબ, અમરેલીથી વિઝન ફ્લાઈંગ ઇન્સ્ટિટયુટ, ભાવનગરની ડ્યુન્સ એર એકેડમીનાં તાલીમી પ્લેન રાજકોટનાં એરપોર્ટ અને નેવિગેશન રૂટ પર ટ્રેનિંગ મેળવે છે. આ ઉપરાંત ભુજ અને જામનગર એરફોર્સથી પણ અનેક વખત પ્રેક્ટિસ માટે એર ક્રાફટ આવતા હોય છે. મુંબઈમાં પાયલોટ્સને ટ્રેનિંગ માટેની ફ્લાઈટને સ્લોટ ન મળતા ત્યાંથી રિલાયન્સ કંપનીના પાયલોટ્સને પણ અહીં જ ટ્રેનિંગ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *