દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે ‘આર્મ્સ એટેક’ થયો હતો. ખાનગી બસમાં એક આતંકવાદી એરપોર્ટના ડિપાર્ચર ગેટ સુધી પહોંચી ગયો હતો. જેથી તેની રિ ઇન્ફોર્સમેન્ટ અને ક્વિક રિસ્પોન્સ ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવતા જવાનો ત્યાં પહોંચી જાય છે અને આતંકીને ઝડપી હૂમલો નાકામ બનાવે છે. જોકે બાદમાં આ મોકડ્રિલ હોવાનું જાહેર થતા એરપોર્ટ પરના તમામ મુસાફરો અને સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આજે આર્મ્સ એટેક થયો હતો. જેમા આજે (12 નવેમ્બર) ના બપોરે 2.40 વાગ્યે એક ખાનગી બસ ટર્મિનલ એરિયામાં ધસી આવે છે અને ડિપાર્ચર ગેટથી અંદર જવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે પહેલા જ રિ ઇન્ફોર્સમેન્ટ અને ક્વિક રિસ્પોન્સ ટીમના જવાનો આ બસને અટકાવી દે છે. જે બાદ ડોગ સ્ક્વોડની મદદથી સર્ચ કરવામાં આવે છે અને તે દરમિયાન તે બસમાં એક આતંકવાદી મળી આવે છે. જેથી આ આતંકવાદીને ઝડપી પાડવામાં આવે છે. જોકે બાદમાં આ CISF ની મોકડ્રિલ હોવાનું જાહેર થયુ હતુ. બપોરે 3.15 એ મોકડ્રિલ પૂર્ણ થયાનું જાહેર થયુ હતુ.