રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરફોર્સની મોકડ્રીલ

રાજકોટના હીરાસર એરપોર્ટ પર ભારતીય વાયુસેનાની મોકડ્રીલ શરૂ થઈ ચૂકી છે. આ માટે ગત સાંજથી જ એરફોર્સના જવાનો અને ટેકનિકલ ટીમો હીરાસર એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. NOTAM (Notice to Airmen)અનુસાર, હીરાસર એરપોર્ટ પર લડાકુ વિમાનોની કવાયત શરૂ થઈ ચૂકી છે જે રાતભર ચાલશે. કોસ્ટલ એરિયા નજીક આ એરપોર્ટ હોવાથી ઇમરજન્સી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મોકડ્રીલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટ એરપોર્ટ તથા આસપાસના હવાઈ રૂટ પર એરફોર્સના વિમાનોની સતત અવરજવર રહે છે.

સવારે 6 વાગ્યાથી એરફોર્સના લડાકુ વિમાનોની મોકડ્રીલ શરૂ મળતી માહિતી મુજબ, કવાયત દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ અધિકારીઓ અને એરફોર્સના સંયુક્ત દળ દ્વારા જરૂરી વ્યવસ્થા ગોઠવાઈ છે. સામાન્ય મુસાફરી સેવાઓ પર કોઈ અસર ન થાય તે માટે તંત્રને આગોતરી જાણ કરવામાં આવી છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી એરફોર્સના લડાકુ વિમાનોની મોકડ્રીલ શરૂ થઈ ચૂકી છે જે રાતભર ચાલશે. કચ્છનો દરિયા કિનારો સેન્સેટિવ છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક થતું હોવાથી ઇમરજન્સી વખતે ખૂબ જ ઉપયોગી થાય છે. જેને ધ્યાનમાં રાખીને એરફોર્સ દ્વારા આ મોકડ્રીલ કરવામાં આવી છે.

વાયુ સેનાના જવાનો લડાકુ વિમાનો સાથે હેરતઅંગેજ કરતબો કરશે એરપોર્ટ નજીક ટેન્ટ લગાવવામાં આવ્યા છે. જામનગર અને ભુજ એરફોર્સનું વડું મથક છે અને રાજકોટ એરપોર્ટ નજીક હોય અનેક વખત અહીં મોકડ્રીલ થાય છે ત્યારે આ વખતે ભારતીય વાયુસેનાની 2 બટાલિયન આવી છે. આજે સવારે 6 વાગ્યાથી શરૂ થયેલી મોકડ્રીલ રાતભર ચાલશે. જેમાં વાયુ સેનાના જવાનો લડાકુ વિમાનો સાથે હેરતઅંગેજ મોકડ્રીલ કરશે. જેમાં રાજકોટ એરપોર્ટ પર ટચ એન્ડ ગો, રન વે પરીક્ષણ, ફિઝિબિલિટી સહિતની કવાયત ફાઈટર પ્લેન દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *