રાજકોટ નજીકના હીરાસર ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં પ્રથમ પ્રોજેકટનું કામ પૂર્ણ થયા હાલ બીજા તબકકાનાં પ્રોજેકટમાં નવુ ટર્મિનલ અને સ્વતંત્ર એર ટ્રાફિક કંટ્રોલ (એસીટી)નું કામ પૂર્ણ થતા તાજેતરમાં સ્વતંત્ર જગ્યામાં એર ટ્રાફિક કંટ્રોલ આધુનિક સિસ્ટમ સાથે તૈયાર થતાં હવે સમગ્ર એરપોર્ટ ઉપર વિમાનો ઉપર બાજ નજર રહેશે. 100 મીટર ઊંચા ટાવરને કારણે દિલ્હી-મુંબઇ સહિતની 10 જેટલી ફ્લાઇટના લેન્ડીંગ-ટેકઓફ પણ સરળ બનશે.
ગત તા. 27 જુલાઈ-2023નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ઈન્ટરનેશનલનું ઉદ્ઘાટન થતાં તા. 10 સપ્ટેમ્બર-23થી હવાઈ સેવા કાર્યરત થઈ હતી. ટર્મિનલ સહિત અનેક વિભાગો હંગામી ધોરણે કાર્યરત કરવામાં આવ્યા હતાં. જેમાં બીજા તબકકાના પ્રોજેકટમાં દોઢ વર્ષ બાદ એર ટ્રાફિક કંટ્રોલ અલગ સ્વતંત્ર જગ્યામાં આધુનિક સિસ્ટમ સાથે કાર્યરત થતાં હવે વિઝિબિલિટીની સમસ્યાનો કાયમી ધોરણે અંત આવ્યો છે. નવી એર ટ્રાફિકની સિસ્ટમના કારણે વહેલી પરોઢે કે વિઝિબિલીટી ખોરવાઈ તે સમયે મોટાભાગે અમદાવાદ કે અન્ય એરપોર્ટ ડાયવર્ટ થઈ ફલાઈટ હવે ડાયવર્ટ નહી કરવી પડે. વિઝિબિલિટીમાં પણ ફલાઈટ આજ્ઞાનીથી લેન્ડ અને ટેકઓફ થઈ શકશે. તેવુ સુત્રોએ જણાવ્યું છે.