રાજકોટ આવતી-જતી અમુક ટ્રેન ત્રીજા દિવસે પણ રદ

બિપરજોય’ ચક્રવાતને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે અને બીજી અનેક ટ્રેન તારીખ 16 જૂને પણ રદ કરવી પડી છે. આજે રાજકોટ આવતી-જતી 12 ટ્રેન સંપૂર્ણ અને 5 ટ્રેન આંશિક રદ કરી છે. ગુજરાતમાં ચક્રવાત ‘બિપરજોય’ને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં તરીકે કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે.

જે ટ્રેન રદ કરવામાં આવી છે તેમાં ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ, ટ્રેન નંબર 09516 પોરબંદર-કાનાલુસ, ટ્રેન નંબર 09522 વેરાવળ-રાજકોટ, ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ, ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ, ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર, ટ્રેન નંબર 09596 પોરબંદર– રાજકોટ, ટ્રેન નંબર 09513 રાજકોટ-વેરાવળ સ્પેશિયલ, ટ્રેન નંબર 09514 વેરાવળ- રાજકોટ સ્પેશિયલ, ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ, ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા, ટ્રેન નંબર 09480 ઓખા-રાજકોટ સ્પેશિયલનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *