રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈન વિશે ગઈકાલે મોટો ખુલાસો થયો હતો. આ આગકાંડમાં પ્રકાશ પોતે પણ ભડથું થઇ ગયો હતો. ગાંધીનગર FSLમાંથી મળેલી માહિતી પ્રમાણે પ્રકાશ જૈનનું આ અગ્નિકાંડમાં મોત થયું છે. પ્રકાશના ભાઈ જિતેન્દ્ર હિરણે 27મી તારીખે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને પોતાનો ભાઇ ગૂમ થયો હોવાનું કહ્યું હતું. જેના પછી પોલીસે તેની માતાના DNA લઇને ગાંધીનગર FSLમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા. ગાંધીનગર FSLએ કરેલા ટેસ્ટિંગમાં આ DNA પ્રકાશના DNA સાથે મેચ થતાં હોવાનું ખુલ્યું હતું. જેના કારણે આ દુર્ઘટનામાં આરોપી પ્રકાશનું પણ મોત થયું હોવાનું સ્પષ્ટ થઇ થયું છે. જોકે આજે આરોપી પ્રકાશ હિરણનો મૃતદેહ વહેલી સવારે 6 વાગ્યે પરિવારજનોએ સ્વીકાર્યો છે