રાજકોટવાસીઓ કૂતરાઓને સાચવજો

રાજકોટમાં વર્ષ 2025નાં પ્રારંભે ડોગબાઈટનાં કેસોમાં વધારો નોંધાયો છે. શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં શ્વાનોના ત્રાસની ફરિયાદો આવતી હોય છે. પણ શ્વાનને પકડી અને તેને ઓપરેશન બાદ મુળ જગ્યાએ જ છોડવા સહિતનાં કાયદાના કારણે જ કાયમી ત્રાસ દુર થતો નથી. ત્યારેબઠંડીમાં શ્વાનો કરડવાના કિસ્સા વધ્યા છે. જેમાં ગતવર્ષ 2024માં 12,000 સામે હાલમાં જાન્યુઆરી મહિનાનાં પ્રથમ 15 દિવસમાં જ 1000થી વધુ લોકોને શેરી-ગલીઓમાં રખડતા શ્વાનોએ બચકા ભર્યાનું સામે આવ્યું છે. ઠંડી અને બ્રિડિંગની સિઝનનાં કારણે શ્વાન આક્રમક બન્યા હોવાનું મનપાનાં અધિકારીએ જણાવ્યું હતું.

રાજકોટ મનપા તંત્ર દ્વારા શ્વાનની વસ્તી ન વધે તે માટે વ્યંધિકરણના ઓપરેશન તેમજ રખડુ શ્વાનોને હડકવા વિરોધી રસીકરણ કરવા પાછળ વર્ષે મોટો ખર્ચ કરવામાં આવે છે. છતાં શ્વાન કરડવાના કેસ સતત વધી રહ્યા છે. આ માટે શ્વાનોની વસતી વધી રહી છે કે પછી તે હિંસક બની રહ્યા છે તે બાબત તપાસનો વિષય છે. ચાલુ વર્ષમાં જાન્યુઆરીનાં પ્રારંભે તા.1થી 15 સુધી શહેરમાં 1006 લોકોને શ્વાન કરડ્યા છે. આ આંકડો તો જેમણે કૂતરૂ કરડ્યા બાદ મનપા આરોગ્ય કેન્દ્રોમાં ઇન્જેક્શન અને સારવાર લીધી છે તેના જ છે. જો અન્ય હોસ્પિટલોમાં સારવાર લેનારનો આંક સામે આવે તો આ કેસની સંખ્યા વધુ હોવાનું નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *