રાજકોટવાસીઓને દિવાળીની ભેટ, દિલ્હીની નવી બે ફ્લાઈટ મળી

રાજકોટના હવાઈ મુસાફરોને દિવાળી ભેટરૂપે દિલ્હીની નવી 2 ફ્લાઈટ મળવા જઈ રહી છે. 26 ઓક્ટોબરથી 28 માર્ચ સુધીનું વિન્ટર શિડ્યૂલ એર ઇન્ડિયા અને ઈન્ડિગો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. હાલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈની 5, દિલ્હીની 2, પુણે, ગોવા, હૈદરાબાદ અને બેંગ્લોરની 1-1 ફ્લાઈટની ઉડાન ભરી રહી છે. જ્યારે વિન્ટર શિડ્યૂલમાં દિલ્હીની વધુ 2 ફ્લાઇટ શરૂ થતા રાજકોટથી દિલ્હી જવા માટેની ફ્રિકવન્સી વધશે. એટલે કે શિયાળુ સિઝનમાં રાજકોટથી દિલ્હી જવા માટે 4 ફ્લાઈટ ઉડાન ભરશે.

રાજકોટથી ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઈટ ઉડના ભરશે રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 2 વર્ષ બાદ દિલ્હીની સવારની ફ્લાઈટ 26 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. રાજકોટથી દિલ્હીની વહેલી સવારની ફ્લાઈટ શરૂ થતા વેપારીઓ અને રાજકીય નેતાઓને ફાયદો થશે. ઈન્ડિગો દ્વારા 186 સીટર ફ્લાઈટ દરરોજ સવારે 8:05 વાગ્યે રાજકોટના હિરાસરમાં સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટથી પ્રસ્થાન કરશે અને 9:50 વાગ્યે દિલ્હી પહોંચશે.

જે બાદ દિવસ દરમિયાન કામ પૂર્ણ કરી સાંજની 5:30ની ફ્લાઈટમાં દિલ્હીથી રાજકોટ પરત ફરી શકશે. એર ઇન્ડિયાની દિલ્હીની ફ્લાઇટ સવારે 10:10 વાગ્યાની શરૂ થવા જઈ રહી છે. રાજકોટથી દિલ્હી જવા માટેની ફ્રિકવન્સી વધશે અને તેનો ફાયદો હવાઈ મુસાફરોને થશે.

ટૂંક સમયમાં રાજકોટથી કલકત્તાની ફ્લાઈટની જાહેરાત થઈ શકે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સ્થાપના 27, જુલાઈ 2023ના ઉદ્ઘાટન થયું હતું. જે બાદથી દિલ્હીની સવારની ફ્લાઈટ બંધ હતી. જોકે, હવે 2 વર્ષ બાદ રાજકોટથી દિલ્હીની સવારની ફ્લાઈટ શરૂ થતા બિઝનેસ કોમ્યુનિટીને સૌથી મોટો ફાયદો થશે. કારણકે તેઓ પોતાના બિઝનેસ માટે રાજકોટથી દિલ્હી જઈ તે જ દિવસે રાજકોટ પરત ફરી શકશે. જોકે, રાજકોટથી ચાઇના જવા માટેની કનેક્ટિંગ ફલાઈટ હજુ શરૂ નહીં થાય. કારણ કે ઈન્ડિગોના વિન્ટર શિડ્યૂલમાં રાજકોટથી કલકત્તાની ફ્લાઇટ સમાવેશ કરવામાં આવ્યો નથી, પરંતુ કલકત્તાથી ચાઇનાની ફ્લાઈટ શરૂ થઈ જતા હવે ટૂંક સમયમાં રાજકોટથી કલકત્તાની ફ્લાઈટની જાહેરાત થાય તો નવાઈ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *