રાજકોટમા શ્રી ખોડલધામ ટ્રસ્ટના મહિલાઓ દ્વારા કેન્સર જાગૃતિ અંગે સેમિનાર યોજાયો

શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ શહેર અને કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન (ડિવીઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી શ્રી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ, રાજકોટ) દ્વારા રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે કેન્સર જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં નિષ્ણાતો દ્વારા સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર, મોઢાનું કેન્સર, ફેફસાનું કેન્સર અને કિડની જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ ફ્રી હિમોગ્લોબીન, બીપી અને સુગર નિદાન પણ કરી આપવામાં આવ્યું હતું. આ કાર્યમાં બી.ટી.સવાણી હોસ્પિટલ- રાજકોટનો પણ સહયોગ મળ્યો હતો.

આ સેમિનારમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહીને કેન્સર અંગેની માહિતી મેળવી હતી. અને સેમિનારને સફળ બનાવવા શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ શહેરની બહેનોએ જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *