રાજકોટમાં UPSC દ્વારા 3,865 ઉમેદવારોની પરીક્ષા લેવાઈ

રાજકોટમાં યુપીએસસી દ્વારા પર્સનલ આસિસ્ટન્ટ નર્સિંગ ઓફિસરની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સવારે 9.30થી 11.30માં પર્સનલ આસિસ્ટન્ટ બનવા માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 1 પરીક્ષા કેન્દ્ર પરથી 277 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 195 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા જ્યારે 82 ઉમેદવારોએ જ પરીક્ષા આપી હતી એટલે કે, 30 ટકા વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. જ્યારે 70 ટકા છાત્રો ગેરહાજર રહ્યા હતા. જ્યારે બપોરે 13 પરીક્ષા કેન્દ્રો પરથી બપોરે 2થી 4 પરીક્ષા યોજાઈ હતી. જે નર્સિંગ ઓફિસર બનવા માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 3,588 ઉમેદવારો નોંધાયા હતા.

પર્સનલ આસિસ્ટન્ટ બનવા માટેની પરીક્ષા આપતી વિદ્યાર્થિની દ્રષ્ટિ દવેએ જણાવ્યું હતું કે, UPSC નું EPFO દ્વારા લેવામાં આવેલું પર્સનલ આસિસ્ટન્ટનુ પેપર હતુ. આ પેપર મોડરેટ હતુ. 120 માર્કસનું પેપર હતુ અને 2 કલાકનો સમય હતો. મેથ્સના પ્રશ્નો ટ્રિકી હતા. ડેટા સફિસ્યન્સીના સવાલોમાં વધુ સમય પસાર થાય તેવું હતુ. જનરલ અવરનેસના પ્રશ્નો હકીકત આધારિત હતા. વિધાન વાક્યો વાળા સવાલો હતા. અંગ્રેજીના પ્રશ્નો પણ મોડરેટ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *