રાજકોટમાં NRIના બંધ મકાનમાંથી તાંબાના વાસણ ચોરી કરનાર નણંદ-ભોજાઈ ઝડપાઈ

શહેરના પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં ઘરમાંથી તાંબાના વાસણ ચોરી કરનાર ચુનારાવાડ ચોક પાસે રહેતા નણંદ-ભોજાઈને પોલીસે ઝડપી લીધા હતા. એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બી.વી.બોરીસાગરની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે રામનાથપરા ભાણજીદાદાના પુલ પાસે રોડ પર એક મહિલાને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધી હતી. પોલીસે આ મહિલાની પૂછતાછ કરતા તેનું નામ લક્ષ્મી વિજયભાઈ સોલંકી(ઉ.વ.25, રહે. ચુનારાવાડ ચોક શેરી નં.1 મચ્છીપીઠની બાજુમાં) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મહિલા પાસે રહેલી થેલી જોતા તેમાં જૂનું ચાર ખાનાનું તાંબાનું ટિફિન જોવા મળ્યું હતું. જેથી પોલીસે તેનું બિલ માગતાં તે ગભરાઈ ગઈ હતી.

ત્યારબાદ મહિલાને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ હાથ ધરતા ટિફિન તેણે પ્રહલાદ પ્લોટમાં બંધ મકાનમાંથી તેની નણંદ સાથે મળી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. મકાનમાંથી બીજા વાસણો પણ ચોરી કર્યાનું જણાવતા પોલીસે અન્ય આરોપી સોનલ રાયધનભાઈ સોલંકી(ઉ.વ.30, રહે. ચુનારાવાડ ચોક શેરી નં.1 મચ્છીપીઠની બાજુમાં)ને પણ ઝડપી લઇ આ નણંદ-ભોજાઈ પાસેથી રૂ.13 હજારની કિંમતના ચોરીના તાંબાના વાસણો કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *