રાજકોટમાં MSME ડિફેન્સ કોન્ક્લેવનું આયોજન

MSMEનું હબ રાજકોટ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં આજે વિશ્વભરમાં જાણીતું શહેર છે. જેને હવે ડિફેન્સ હબ તરફ આગળ વધારવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ખાતે આજે MSME ડિફેન્સ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના ડિફેન્સ પ્રોડક્શન વિભાગ તેમજ PHDCCIના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં રાજકોટના ઉદ્યોગકારોને ડિફેન્સમાં કેવી રીતે વધુ સારો ગ્રોથ કરી શકાય તે માટે માર્ગદર્શન આપતું કોન્ક્લેવ યોજાયું હતું. જેમાં ખાસ ડિફેન્સ પ્રોડક્શન વિભાગના OSD લોકેશકુમાર શર્મા ઉપસ્થિત રહ્યા હતા અને ડિફેન્સ ક્ષેત્ર અંગે જાણકારી આપી હતી. જેમણે ઓટોમોબાઇલ ક્ષેત્રનું હબ રાજકોટ હવે ડિફેન્સ હબ પણ બની શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા સરકાર પાસે ખાસ ગુજરાત રાજ્યમાં ડિફેન્સ કોરિડોર રાજકોટમાં ફાળવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

ડિફેન્સ પ્રોડક્શન વિભાગના OSD લોકેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે, આજના MSME કોન્ક્લેવમાં રાજકોટના MSME ક્ષેત્રના પ્રમોશન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડિફેન્સમાં ઇન્ટિગ્રેટ કેવી રીતે કરી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી હતી. ડિફેન્સમાં જે જરૂરિયાત છે એ રાજકોટ MSME કેવી રીતે પૂર્ણ કરી શકે એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડિફેન્સ ક્ષેત્ર આજની તારીખે ખૂબ ઝડપથી વધુ આગળ વધતું તરફ જઈ રહ્યું છે અને ડિફેન્સમાં જે ટેક્નોલોજી છે એ લેટેસ્ટ ટેક્નોલોજી છે. જેનો ઉપયોગ ન માત્ર ડિફેન્સમાં પરંતુ, સિવિલયર ઉપયોગ પણ થાય છે. MSME સેક્ટર ભારત સરકારના રક્ષા ક્ષેત્રમાં ગ્રોથ કરે તો જરૂર ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *