રાજકોટમાં DI પાઇપલાઇનના દાવા પોકળ

રાજકોટનાં વોર્ડ નંબર 13માં આવેલા નવલનગર અને અંબાજી કડવા પ્લોટ સહિતના વિસ્તારમાં મહાપાલિકા દ્વારા નાખવામાં આવેલી નવી નક્કોર DI પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણીનો પુષ્કળ વેડફાટ થયો છે. આ બાબતે વોર્ડ નં.13ના કોંગ્રેસના ભુતપુર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે મ્યુ. કમિશનરને આવેદન આપીને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં.13માં અંબાજી કડવા પ્લોટ, સ્વામિનારાયણ ચોક આનંદ બંગલા ચોક સુધીના વિસ્તારોમાં અવારનવાર ડીઆઇ લાઇન તૂટે છે. પાઇપલાઇન તુટવાથી પાણીનો પુષ્કળ વેડફાટ થાય છે. જોકે મહાનગરપાલિકા દ્વારા ડીઆઇ પાઇપલાઇનને કારણે ભંગાણ અટકવાનો અને પાણીનો વેડફાટ નહીં થવાનો દાવો કરવામાં આવે છે, ત્યારે આ વિસ્તારોમાં નવી નક્કોર ડીઆઇ પાઇપલાઇનમાં અવાર નવાર ભંગાણ થઇ રહ્યું હોય આ બાબતે અધિકારીઓને સુચના આપી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની તેમજ કોન્ટ્રાક્ટરોના કામ પર નજર રાખવાની માંગણી તેઓએ કરી છે.

અન્ય સમાચાર રાજકોટમાં સફાઈ કામદારનું શોષણ કરનાર મનપાનાં કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરા સામે ગુનો નોંધવાની માંગ સાથે કામદાર યુનિયન દ્વારા પોલીસ કમિશનરને આવેદન આપવામાં આવ્યું હતું. રાજકોટના કામદાર યુનીયનના પ્રમુખ પારસ બેડિયાએ જણાવ્યું હતું કે, મહાપાલિકાના કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરા દ્વારા અનુસુચિત જાતી સમાજના સફાઈ કામદારો સાથે છેતરપિંડી, શોષણ તથા કાયદેસર હકોથી વંચિત રાખવામાં આવે છે. આ કારણે ગરીબ સફાઈ કામદારો આર્થિક નુકશાન તથા કાયદેસર હકક્કોથી વંચિત થવું પડ્યું છે. જેમાં લઘુતમ વેતન આપવામાં આવતુ નથી. કાયદેસર ફરજ મુજબ વેતન બેંક ખાતામાં જમા કરવાને બદલે કવરમાં રોકડ ચુકવણી કરવામાં આવે છે. પી.એફ. કપાયા હોવા છતાં સફાઈ કામદારના ખાતામાં જમા નથી થયા તેમજ કામદારોને બોનસ આપવામાં આવ્યુ નથી. જેથી કોન્ટ્રાકટર સફાઈ કામદારોની અશિક્ષિતાનો લાભ લઈ છેતરીપંડી કરી રહ્યા છે. જેથી એજન્સી ઉપર મજુર કાયદા મુજબની વિવિધ કલમો અને એટ્રોસીટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે તેવી અમારી માગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *