રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–2021 અન્વયે તારીખ 17 અને 18 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ-અલગ મુખ્ય માર્ગો પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કુલ 69 આસામીઓ પાસેથી 2.57 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.17700નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો ઝુંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા 24 આસામીઓ પાસેથી 1.03 કિ.ગ્રા., વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા 24 આસામીઓ પાસેથી 0.55 કિ.ગ્રા. અને ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા 21 આસામીઓ પાસેથી 0.99 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું.