રાજકોટમાં 6000 ટાર્ગેટેડ કેસ, છ માસમાં થશે નિકાલ

ન્યાયતંત્રમાં અસંખ્ય કેસો રોજબરોજ દાખલ થાય છે અને આ કેસો મુખ્યત્વે સાત પ્રકારના હોય છે. આ તમામ પ્રકારના કેસો જિલ્લા અદાલતોમાં ચાલતા હોય છે. આ કેસો ઝડપથી પૂરા કરવામાં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ અભય ઓકએ છ માસ પહેલાં ટાર્ગેટેડ કેસોના નામકરણ સાથે ફેસલ કરવા એક અલગ પ્રકારનો અભિગમ અપનાવ્યો છે.

આ મુજબ ન્યાયમૂર્તિએ ભારતની તમામ સ્તરની અદાલતોને એક સૂચના આપીને જણાવેલ છે કે, જે તે કોર્ટમાં 15 વર્ષથી વધુ સમયથી જૂના કેસોને અનિવાર્યપણે ટાર્ગેટેડ કેસો તરીકે ચલાવવાના રહેશે. આ ઉપરાંત ન્યાયમૂર્તિએ ભ્રષ્ટાચાર વિરુદ્ધના કેસો, ફોજદારી કેસો, નાર્કોટિકસના કેસો વગેરે જુદી-જુદી પ્રકારના કેસોને અલગ-અલગ માપદંડો આપીને તેવા કેસોને પણ ટાર્ગેટેડ કેસો બનાવેલ છે. આ ઉપરાંત ભારતની કોઇપણ અદાલતમાં ઓછામાં ઓછા 25 કેસને જે તે કોર્ટના ન્યાયાધીશએ ટાર્ગેટેડ કેસ તરીકે ચલાવવાના રહેશે. રાજકોટ જિલ્લામાં હાલના તબક્કે 6000 જેટલા ટાર્ગેટેડ કેસો આઇડેન્ટિફાઇ કરાયા છે. જે આગામી છ માસમાં પૂર્ણ થઇ જવાની શકયતા છે. ટાર્ગેટેડ કેસનું નામ મળ્યેથી કેસને ખાસ પ્રકારનો દરજ્જો મળે છે. કોઇપણ કેસના નિકાલનો સમયગાળો તે કેસના ગુણદોષો, પક્ષકારોની સંખ્યા, મહત્ત્વના મુદ્દાઓ વગેરે બાબતો ઉપર આધારિત હોય છે. કોઇ કેસમાં સંખ્યાબંધ પક્ષકારો હોય અને દરેક પક્ષકાર ઉપર જુદા-જુદા મુદ્દાઓ સાબિત કરવાની જવાબદારી હોય તેવા કેસો ઘણા લાંબા સમય સુધી ચાલવાપાત્ર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *