રાજકોટમાં 60 લાખની ખંડણીના ઇરાદે યુવકની હત્યા કરનાર બંને આરોપીને જન્મટીપ

ખોરાણા ગામના યુવકની 12 વર્ષ પૂર્વે થયેલી હત્યાના કેસમાં પકડાયેલા બંને આરોપીઓ સામેનો કેસ ચાલી જતાં કોર્ટે બંને આરોપીને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી, 60 લાખની ખંડણી ઉઘરાવવાના ઇરાદે યુવકનું તેના જ બે મિત્રોએ અપહરણ કરી હત્યા કરી હતી.

ખોરાણા ગામે રહેતા નયન ઉર્ફે કાળો નાગજીભાઇ ગોંડલિયાને ગત તા.2 ઓક્ટોબર 2011ના ગરબી જોવાના બહાને આરોપી મહેશ બાબુ વેકરિયાની વાડીએ લઇ જઇ ત્યાં ઝેરી દવા પીવડાવી તેમજ પથ્થર અને લોખંડના ઘણ મારીને હત્યા કરી લાશને સણોસરા રોડ પર આવેલા તળાવમાં સિમેન્ટની ગુણી સાથે બાંધી ફેંકી દેવામાં આવી હતી.

નયન લાપતા થયો અને તેની લાશ મળી ત્યાં સુધીમાં તેના પિતા ભાજપના આગેવાન નાગજીભાઇ ગોંડલિયા પાસેથી રૂ.60 લાખની ખંડણી માગવામાં આવી હતી, પોલીસે મહેશ બાબુ વેકરિયા અને માધવ કેશુ ભલસોડની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસમાં 42 સાહેદોની જુબાની અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, કોર્ટે પુરાવાઓ અને બંને પક્ષની દલીલોને ધ્યાને લઈ બંને આરોપીને આજીવન કેદ અને 75-75 હજારનનો દંડ ફટકાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *