રાજકોટમાં 4 દી’ પૂર્વેની માથાકૂટ બાદ પિતરાઇ ભાઇઓ વચ્ચે છરી, ધોકાથી હુમલો

શહેરના પોપટપરા વિસ્તારમાં ચાર દિવસ પૂર્વે થયેલી માથાકૂટનો ખાર રાખી મંગળવારે ફરી કૌટુંબિક પરિવારના સભ્યો વચ્ચે છરી, ધોકા સાથે મારામારી, તોડફોડનો બનાવ બન્યો છે. મારામારીમાં બંને પક્ષના અનવર ગુલામભાઇ માલાણી અને રમજાન અયુબભાઇ માલાણીને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.સારવાર લઇ રહેલા અનવર માલાણીના જણાવ્યા મુજબ, રમજાન કૌટુંબિક ભાઇ થતો હોય ગત શનિવારે સાઇડમાં બેસવાના મુદ્દે માથાકૂટ થઇ હતી. ત્યાર બાદ મંગળવારે પોતે માતા વીરબાઇબેન સાથે દરગાહે દર્શન કરી પરત ઘરે જતા હતા. ત્યારે મુસ્તાક, કાનો અને રમજાન સામે આવ્યા હતા અને ઝઘડો કરી છરીથી હુમલો કરી પોતાને છરીના બે-ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ત્યાર બાદ પોતાના મકાન પર પથ્થરના ઘા કરી નુકસાન કર્યું હતું. હુમલામાં પોતાને ઇજા થતા માતા સારવાર માટે પોતાને હોસ્પિટલ લઇ ગઇ હતી. બીજી તરફ રમજાન માલાણી પણ લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેને અનવર સહિતનાઓએ ઝઘડો કરી પોતાના પર છરીથી હુમલો કર્યાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *