રાજકોટમાં 32,496 નવા મતદારોનો ઉમેરો

રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા મત વિસ્તારમાં ગત તા.29-10થી 18-11 દરમ્યાન મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે બાદ હવે જિલ્લાની મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ આગામી તા. 6 જાન્યુઆરીના રોજ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવનાર છે. જિલ્લામાં આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન અંદાજે 32,469 જેટલા મતદારોના નવા નામોનો ઉમેરો થયો છે. જેના પગલે જિલ્લામાં મતદારોની સંખ્યા વધીને 23,74,604ને આંબી જવા પામી છે.

મતદાર યાદીમાં નવા મતદારોના નામ ઉમેરાયા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન 19,322 મતદારોના નામ કમી થવા પામ્યા છે. જોકે 16,143 મતદારોનો વધારો થવા પામ્યો છે. જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ચૂંટણી પંચ દ્વારા ત્રણ દિવસ જિલ્લાના તમામ બુથો પર બીએલઓને બેસાડી મતદાર યાદીમાં નવા મતદારોના નામ ઉમેરવા નામ, સરનામામાં ફેરફાર સહિતની કામગીરી માટેના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *