રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂરતું પાણી હોવા છતાં રીપેરીંગનાં બહાને અવારનવાર પાણીકાપ મુકાઈ રહ્યો છે. ત્યારે આગામી તારીખ 28 અને 29 જૂને વધુ એક પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. જેમાં 28 જૂનનાં વોર્ડ નં.-11,12 અને 29 જૂને વોર્ડ નં-7,14,17નાં અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. 29 જૂને ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો વોર્ડ નં.7, 14, 17નાં નારાયણનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો તેમજ વોર્ડ નં.18નાં સ્વાતીપાર્ક હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
મનપાનાં વોટર વર્ક્સ વિભાગના જણાવ્યા મુજબ ભાદર યોજના આધારીત ભાદર ડેમથી રીબડા ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાઇપલાઈન ઘણી જૂની હોવાના કારણે લીકેજ રીપેરીંગ કામગીરી હાથ ધરવાની છે. 28 જૂન શુક્રવારના રોજ વાવડી હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ-11 (પાર્ટ),12(પાર્ટ)) તથા 29 જૂને શનીવારનાં રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો પૈકીના ઢેબર રોડના (વોર્ડ નં.7 પાર્ટ,14 પાર્ટ,17 પાર્ટ), નારાયણનગર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં.18(પાર્ટ)) તથા સ્વાતીપાર્ક હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ-18 (પાર્ટ))માં પાણી વિતરણ બંધ રહેશે.