રાજકોટમાં 2000 ખાડા બુરાયા જે 4 વર્ષ સુધી નહીં તૂટે

રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિનાથી રોડ-રસ્તાઓના ખાડાઓ મુદ્દે બુમરાણ મચી છે અને તેની નોંધ છેક ગાંધીનગર સુધી મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવી છે ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા અમદાવાદ અને સુરતમાં ખાડા બૂરવામાં ઉપયોગમાં લેવાતી એસઓપીનો અભ્યાસ કરી શહેરના ખાડાઓ માટે નવી એસઓપી પેપર ફોર્મેટમાં જારી કરવામાં આવી છે અને આ નવી એસઓપી કમિશનરથી લઇને ડામર લગાવનાર સુધીના દરેકને લાગુ પડશે તેવી તાકીદ કરી છે.

ગત સપ્તાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાડા બૂરવા અંગેની કામગીરીની સમીક્ષા કરાયા બાદ છેલ્લા એક સપ્તાહમાં નવી એસઓપી મુજબ 2000 જેટલા ખાડા બૂરવામાં આવ્યા છે અને તેમાં પણ મેઇન રોડના 90 ટકા ખાડા નવી એસઓપી મુજબ ક્વિક ડ્રાય સિમેન્ટw અને પેવર બ્લોકથી બૂરી દેવામાં આવ્યા છે અને વરસાદ રહી ગયા બાદ ડબલ્યુટીટીથી બૂરાયેલા ખાડાઓમાં ડામરથી પેચવર્ક કરાશે તેનું આયુષ્ય ચાર વર્ષ સુધીનું હશે એટલે કે, જે ખાડા નવી એસઓપી મુજબ બુરવામાં આવ્યા છે તે ચાર વર્ષ સુધી તૂટશે નહીં તેવો દાવો કરવામાં આવ્યો છે.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રસ્તાઓના ખાડા બૂરવા માટે સુરત અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અભ્યાસ કર્યા બાદ એક સ્થાનિક પ્રોફેસરની મદદથી આખી એસઓપી ઘડવામાં આવી છે. દરેક ખાડાના પ્રોટોકોલ છે અને ચાર પ્રકારની ટેક્નોલોજીના ઉપયોગથી ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે. નવી એસઓપીમાં રોડ વાઇઝ ક્લાસીફિકેશન નક્કી કરાયા છે અને તેના અમલવારીની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ખાડાની સાઇઝ મુજબ તે કેવી રીતે બૂરવા તે નક્કી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *