રાજકોટમાં 19 પીઆઇને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નિમણુંક અપાઈ

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા 19 પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરવામાં આવી છે. તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલ પીઆઇની બદલીઓ બાદ નવા આવેલા પીઆઇ અને રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇને આંતરિક બદલી સાથે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે, જેમાં રાજકોટ ડી.એમ હરીપરાને સાયબર ક્રાઇમમાં, એસ.આર.મેઘાણીને તાલુકા, એચ.એન.પટેલને આજીડેમ, વી.આર.વસાવાને કુવાડવા, જી.આર.ચૌહાણને બી ડિવિઝન, કે.પી.તરેટીયાને એરપોર્ટ, જે.એમ.કૈલાને માલવિયાનગર, જયેશ વાઢિયાને એ ડિવિઝન, શક્તિસિંહ સોઢાને થોરાળા, મનીષ મકવાણાને પ્રદ્યુમનનગર, જીજ્ઞેશ હળવદીયાને ટ્રાફિક બ્રાન્ચ, કુમારપાલસિંહ ગોહિલને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટમાં, જયદીપસિંહ પરમારને ભક્તિનગર, મહેશ વાછાણીને લાયસન્સ બ્રાન્ચ, હર્ષાબેન ગઢવીને ગાંધીગ્રામ, રમેશ પરમારને MOB, ડૉ. અનસૂયા વરચંદને ખાસ શાખા અને શીતલ બુટીયાને મહિલા પોલીસ સ્ટેશનમાં નિમણુંક આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *