રાજકોટમાં 14 વર્ષની સગીરા પર 17 વર્ષના સગીરે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો

રાજકોટ નજીક આવેલા ગામમાં રહેતી 14 વર્ષની સગીરાના વાલીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગામમાં રહેતા 17 વર્ષના સગીરનું નામ આપતાં કુવાડવા પોલીસે સગીર સામે દુષ્કર્મ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. સગીરા અને બાળ આરોપી બંને એક જ વિસ્તારમાં રહેતા હોય જેથી બંને વચ્ચે પરિચય થયો હતો. બાદમાં બંને મળતા હતા અને બન્ને વચ્ચે સબંધ પ્રેમમાં પરિણમ્યો હતો અને બન્ને વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતાં. દરમિયાન તરૂણીની તબીયત બગડતા તેને સારવાર માટે પરિવારજનો હોસ્પિટલ લઇ જતા તબીબે તરૂણીને છ માસનો ગર્ભ હોવાનું જણાવતા સગીરાના પરિવારજનો ચોંકી ગયા હતાં. આ બાબતે દીકરીને પુછતા તેણે ગામમાં અને તેના વિસ્તારમાં જ રહેતા સગીરે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં આ અંગે સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવવાનું નક્કી કરી કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કુવાડવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવમાં રાજકોટ શહેરમા વ્યાજખોરી, મારામારી, ધમકી, આર્મસ એકટ, દારૂ, મહીલા અત્યાચાર, આપઘાતની ફરજ, વિશ્વાસઘાત અને છેતરપીંડી અને ધમકી સહીત 13 ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકેલા અને લક્ષ્મીવાડીમા રહેતા સંજયરાજસિંહ ઝાલાનો ગુનાહીત ઇતિહાસ ચેક કર્યા બાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એન.સરવૈયા અને રાઇટર નિલેશભાઈ મકવાણાએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર બ્રજેશ ઝા ને મોકલતા બ્રજેશ ઝાએ પાસા વોરંટ ઇસ્યુ કરતા આરોપી સંજયરાજસિંહ ઝાલાને પકડી પાસા વોરંટની બજવણી કરી વડોદરા જેલમા ધકેલી દેવામા આવ્યો છે. આરોપી વિરુધ્ધ રાજકોટ, પોરબંદર, તલાલા સહીતનાં જીલ્લામા ગુના નોંધાઇ ચુકયા હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *