રાજકોટમાં આગામી તા.11મીએ માતા-પિતા વિહોણી 81 દીકરીના સામૂહિક લગ્નનું સુંદર આયોજન યુનિટી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે.
યુનિટી ફાઉન્ડેશનના ઉપપ્રમુખ વિજય તોગડિયાએ જણાવ્યું હતું કે, મને સોમવારે સવારે એક ફોન આવ્યો હતો અને સામેથી એક મોટી ઉંમરના કાકા બોલતા હતા તેઓ એડ્રેસ પૂછીને મને મળવા આવ્યા હતા.
માતા-પિતા વિહોણી 81 દીકરીના સમૂહલગ્ન વિશે છપાયેલા ન્યૂઝ હતા તેઓએ પોતાનું નામ ભરતભાઈ બથિયા હોવાનું અને તેઓ વી.શી.ગાંગાણી ચેરિટેબલ ટ્રસ્ટ ભાણવડના પ્રમુખ હોવાનું જણાવી યુનિટી ફાઉન્ડેશનના કાર્યને બિરદાવીને તેઓના ટ્રસ્ટમાંથી સમૂહલગ્નમાં દરેક દીકરીઓને રૂપિયા 5000 એફડી આપશે એટલે કે કુલ ચાર લાખ પાંચ હજાર આપશે તેવી જાહેરાત કરી હતી. આ બાબતનો સારાંશ એટલો જ કે પોઝિટિવ ન્યૂઝ અને સારા કાર્યો કરનારની કોઈક તો નોંધ લે જ છે અને તેની સારી અસર સમાજ અને રાષ્ટ્ર ઉપર પડે જ છે તેનું આ ઉદાહરણ છે.