સૌરાષ્ટ્ર-કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રિડર્સ એસોસિએશન દ્વારા (5 જાન્યુઆરી) શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ડોગ શોમાં 35થી વધુ પ્રજાતિના 500થી વધુ શ્વાનો ગુજરાતના વિવિધ શહેરોમાંથી રાજકોટમાં ભાગ લેવા આવ્યા હતા. આ શોમાં નિર્ણાયક તરીકે રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞ હાજર રહ્યા હતા. જેમાં ટોય બ્રીડમાં સિત્ઝુ પ્રજાતિના લાંબા વાળ સાથેના કૂકી ડોગે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે 40 વર્ષથી શ્વાન પાળવાના શોખીન ડોગ લવરે કહ્યું કે, તમે તમારા સંતાનનું ધ્યાન જે રીતે રાખો છો તે જ રીતે આ ડોગ નું ધ્યાન રાખવું પડે છે.
શોમાં ટોય બ્રીડના ડોગ જોવા મળ્યાં છેલ્લા દોઢ દાયકાથી રાજકોટમાં શ્વાન પાળવાનો ક્રેઝ વધ્યો છે, ત્યારે હાલમાં 15,000થી વધુ ડોગ લવર્સ શ્વાન પાળી રહ્યા છે. ડોગ શોમાં પોમેરીયન, લેબ્રાડોર, જર્મન શેફર્ડ, ડોબરમેન, સેન્ડ બર્નાર્ડ, બિગલ, હસ્કી, સિટ્ઝુ, ચાવ ચાવ, ચિવાવા જેવા શ્વાનોએ ભાગ લીધો હતો. શ્વાન માલિકોને સારવાર-સંભાળ જેવી વિવિધ માહિતી પણ આપવામાં આવી હતી. સાથે જ ડોગ માટેના વિવિધ ફૂડ અને મેડિસિન બાબતે પણ માર્ગદર્શન અપાયું હતું. આ ડોગ શોમાં 1 કિલોના નાના ટોય બ્રીડ ડોગ સાથે 100 કિલોના કદાવર મોટી બ્રીડના ડોગ પણ જોવા મળ્યાં હતાં