‘સ્વાસ્થ્ય એ જ સંપત્તિ’ કહેવત ખૂબ જ લોકપ્રિય છે. શરીરની સુખાકારી વિનાની બધી જ લક્ઝરી નકામી છે. લોકોનું જીવન વ્યસ્ત બન્યું છે, ત્યારે દિનપ્રતિદિન વધતા વજનનું મુખ્ય કારણ જંક ફૂડનું અતિશય સેવન છે, પરંતુ હવે વજન વધવા સંબંધી સમસ્યાનું નિઃશુલ્ક નિદાન ઘરઆંગણે જ ઉપલબ્ધ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગત તા.30/06થી ડાયેટિશિયન ઓપીડી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 34 દર્દી આ સેવાનો લાભ લઈ ચૂક્યા છે.
રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ.મોનાલી માકડિયાના વડપણ હેઠળ આ ડાયેટિશિયન ઓપીડી શરૂ કરવામાં આવી છે. જે ઓપીડી બિલ્ડિંગના પહેલા માળે રૂમ નં.16 ખાતે દર સોમવારથી શનિવાર સવારે 00:09થી 12:30 વાગ્યા સુધી શરૂ રહેશે.