રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1થી 15 જૂન દરમિયાન સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ જનાના હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, PHC, અર્બન હેલ્થ સેન્ટર, આગણવાડીની સફાઈ કરવામાં આવી હતી. જેમાં કુલ-156 સફાઈ કામદારો જોડાયા હતા. સફાઈ ઝુંબેશ કરીને કુલ 1.23 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજર રહ્યા હતા.