રાજકોટમાં સોની વેપારી સાથે 17 લાખની ઠગાઈ

રાજકોટના પેલેસ રોડ પર સોની વેપારીએ હાથ ઉછીનું આપેલું રૂ. 17 લાખનું સોનુ લઈ રાજસ્થાની શખસ ફરાર થઇ જતાં એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કારીગર દ્વારા પ્રથમ વેપારીનો વિશ્વાસ કેળવી બાદમાં સોનુ લઈ ફ્લેટને તાળું મારી પરિવાર સાથે ફરાર થઇ જતા અંતે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વેપારી 40 વર્ષથી સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરે છે રાજકોટના ગાયત્રીનગર મેઇન રોડ પર કેનેરા બેંકની સામેની શેરીમાં વસુંધરા એલીગન્સમાં રહેતાં અનિલભાઈ ચંદુભાઈ રાધનપુરા (ઉ.વ.63) નામના વૃધ્ધએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિરેન્દ્ર ઓમપ્રકાશ સોનીનું નામ આપતાં એ ડિવિઝન પોલીસે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પેલેસ રોડ પર પ્રદ્યુમન શોપીંગ સેન્ટર રાજમંદીર કોલ્ડ્રીંક્સ સામે ત્રિશુલ જવેલર્સ નામે દુકાન ધરાવે છે અને સોના ચાંદીના દાગીનાનો છેલ્લા 40 વર્ષથી વેપાર કરે છે.

‘અમારે બન્ને વચ્ચે ધંધાકીય સંબંધો હતા’ વિરેન્દ્ર સોની પેલેસ રોડ શીલ્પા જવેલર્સ વાળી શેરી શ્રી કોમ્પ્લેક્ષ દુકાન નં.202 શ્રી વિનાયક ગોલ્ડ નામે દુકાન ધરાવી સોનાની મજુરીકામ તથા વેપાર કરે છે. તે અવાર નવાર સોનીબજારમાં તેઓને મળતો હતો. આજથી દોઢેક વર્ષ પહેલાં તેઓને પણ સોનાના દાગીનાની મજુરીકામ કરવા બહાર દેવાનું હોય જેથી વિરેન્દ્રને વાત કરતા તેઓને સોનાની મજુરીકામ કરવા માટે ફાઇન સોનુ આપતો હતો અને તેઓ સોનાના દાગીના બનાવી વેચાણ કરી તેમાથી મને નફો આપી દેતો હતો જેથી અમારે બન્ને વચ્ચે ધંધાકીય સંબંધો હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *